મોરબી સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોની ચિંતામાં ફરીથી એકવાર વધારો થયો છે. ટેકાના ભાવે મગફળીના રજિસ્ટ્રેશન કરાવેલા અનેક ખેડૂતોના રજિસ્ટ્રેશન રદ થયા હોવાના મેસેજ મળતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ આજ રોજ મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વિસ્તરણ અધિકારીને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે.
મોરબી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ વિસ્તરણ અધિકારીને આવેદન પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મોરબી તાલુકાના ખાતેદાર ખેડૂતોએ મગફળી ટેકાના ભાવે ખરીદી માટે ફોર્મ ભર્યા હતા. પરંતુ ફોર્મ ભરેલ ખાતેદાર ખેડૂતોએ તેમની ખેતીની જમીનમાં મગફળીનું વાવેતર કર્યું હોવા છતાં ફોર્મ નામંજૂર કરવામાં આવ્યા છે. જેના કારણે ખેડૂતોને અન્યાય થયો છે. જેથી આવા તમામ ખેડૂતોને તાત્કાલિક ધોરણે ન્યાય આપવા વિસ્તરણ અધિકારીને રજૂઆત લારવામાં આવી છે.