વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિવસ નિમિત્તે ૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધીજીના જન્મદિવસ દરમિયાન “સેવા પખવાડિયા”ની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે. આ અંતર્ગત ટંકારા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્વચ્છતા એજ સેવાના ઉદ્દેશ સાથે, સેવા પખવાડિયાના કાર્યક્રમ અંતર્ગત શુક્રવારે ટંકારા ખાતે સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનમાં નગરપાલિકાની કચેરીથી લઈને ટંકારાના મુખ્ય બજાર સુધી સ્વચ્છતા પ્રત્યે લોકો અને વેપારીઓમાં જાગૃતિ લાવવાનો સફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખુદ ધારાસભ્ય અને સંગઠન ટિમે રોડ ઉપર ઝાડું પકડી સફાઈ કામગીરી કરી હતી. આ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથારીયા, તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ વસંતભાઈ માંડવીયા, તાલુકા ભાજપ પ્રમુખ દિનેશભાઈ ગડારા, મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, APMC ચેરમેન ભવાનભાઈ ભાગીયા, કાનાભાઈ ત્રિવેદી, શ્રી મહેશભાઈ લિખિયા, દિનેશભાઈ વાધરીયા, પ્રભુભાઈ કામરીયા, ભાવિનભાઈ સેજપાલ, ભુપતભાઈ કુકડીયા, ચિરાગભાઈ કટારીયા, નિલેશભાઈ પટણી, હર્ષિદાબેન અગ્રાવત, રણજિતભાઈ ગઢવી, રસિકભાઈ દેત્રોજા, ચંદ્રકાંતભાઈ પટેલ સહિત સંગઠનની ટીમ ઉપસ્થિત રહી હતી. આ અભિયાન દ્વારા ટંકારા વિસ્તારમાં સ્વચ્છતા પ્રત્યેની જનજાગૃતિ વધારવા અને સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે સમુદાયના સહયોગથી નોંધપાત્ર પ્રયાસો હાથ ધરાયા હતા.