વાંકાનેર તાલુકાના સતાપર નજીક વિનયગઢ રોડ પર બોલેરોની ટક્કરથી બાઇક સવાર બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની આ ઘટનામાં બાઇક ચાલકને હાથ અને પગમાં ગંભીર ઇજા થઈ છે જ્યારે બાઇકની પાછળ બેઠેલાને સાથેના પગ અને કમરમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જી બોલેરો ચાલક પોતાનું વાહન મુકીને નાસી ગયો હતો.
વાંકાનેર તાલુકાના સતાપરથી વિનયગઢ જતા માર્ગ પર આવેલ ઠાકર ભગવાનના મંદિર પાસે ગઈ તા. ૧૬/૦૯ના રોજ સવારે અંદાજે માર્ગ અકસ્માતની ઘટના બની હતી. જેમાં ફરીયાદી વિજયભાઈ ભુપતભાઈ મકવાણા ઉવ.૨૮ રહે. તરકીયા ગામ તા. વાંકાનેર, મૂળ નારેયેળી તા. ચોટીલા જી. સુરેન્દ્રનગર વાળા સાહેદ સાથે મોટરસાયકલ રજી. નં. જીજે-૧૩-એપી-૭૧૮૩ ઉપર ઘરે જઈ રહ્યા હતા ત્યારે, સામેથી આવેલી બોલેરો પિકઅપ રજી. નં. જીજે૧૩-એટી-૯૩૮૩ના ચાલકે પોતાનું વાહન બેફિકરાઇથી પુરઝડપે ચલાવી આવી બાઈકને ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતમાં મોટર સાયકલ ચાલક વિજયભાઈને ડાબા હાથમાં ફ્રેક્ચર અને પગમાં ઇજા પહોંચી હતી, જ્યારે મોટર સાયકલની પાછળની સીટમાં બેસેલા સાહેદને પગ તથા કમરમાં ઇજા પહોંચી હતી. અકસ્માત સર્જ્યા બાદ બોલેરો ચાલક વાહન સ્થળ પર મૂકી નાસી ગયો હતો. હાલ વાંકાનેર તાલુકા પોલીસે આરોપી બોલેરો ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.