દુનિયાભરમાં પ્રખ્યાત એવા ગુજરાતના ગરબા, એટલે કે નવરાત્રિને આડે ફક્ત ગણતરીની કલાકો બાકી છે, ત્યારે મોરબીના પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આજ રોજ મોરબી જિલ્લા એસ.પી.ને આવેદન પાઠવી બહેન-દિકરીઓની સુરક્ષા માટે અર્વાચિન ગરબીઓ તથા પાર્ટીપ્લોટ ગરબીઓ રાત્રે ૧૨ વાગ્યા પછી બંધ કરાવવા રજૂઆત કરવામાં આવી છે.
મોરબીના પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા મોરબી જિલ્લા એસ.પી.ને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી છે કે, આવતીકાલથી માતાજીની આરાધનાનું પર્વ એટલે મહા નવરાત્રી પર્વ શરૂ થઇ રહ્યુ છે. જેના કારણે મોરબી શહેર તેમજ આજુબાજુના વિસ્તારમાં બહેન-દકરીઓની સુરક્ષા અને સલામતી માટે તથા મોરબીમાં અસામાજિક તત્વોને નાથવા મોરબી શહેરમાં થતી અર્વાચિન ડીસ્કો-ડાંડીયા તથા પાર્ટી પ્લોટમાં લેવામાં આવતા ડીસ્કો-ડાંડીયા રાત્રીના ૧૨:૦૦ વાગ્યા સુધી જ ચાલુ રહે અને ત્યાર પછી તમામ ડીસ્કો-ડાંડીયા અને પાર્ટીપ્લોટ સમયસર બંધ રહે તેવું જાહેરનામુ બહાર પાડી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે