માળીયા(મી) પોલીસને બાતમી મળી કે, ગુલાબડી જવાના રસ્તે અછલા વાંઢની બાજુમાં આરોપી સલીમ ઉર્ફે બાડો રહે. માળીયા(મી) વાડા વિસ્તાર વાળો દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે પોલીસે સ્થળ ઉપરથી ૧૦૦ લીટર ગરમ આથો, ૧૦૦૦ લીટર ઠંડો આથો, ૧૦૦ લીટર તૈયાર દેશી દારૂ તથા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધન સામગ્રી સહિત કુલ રૂ.૪૭,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. રેઇડ દરમિયાન આરોપી સલીમ ઉર્ફે બાડો સ્થળ ઉપર હાજર નહીં મળી આવતા માળીયા(મી) પોલીસે તેને ફરાર દર્શાવી તેની વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ શરૂ કરી છે