ટંકારા તાલુકાના છતર ગામમાં રહેતા આધેડે પોતાના ઘરમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, અરવિંદભાઈ રણછોડભાઈ લીંબાસીયા ઉવ.૪૫ રહે.છતર ગામ તા. ટંકારા વાળાએ તા. ૨૧/૦૯ના રોજ પોતાના ઘરના એક ઢાળીયામાં કોઈ અગમ્ય કારણોસર લાકડાની આડસમાં દોરડા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતાં તરત જ તેમને સારવાર માટે ટંકારા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે ડો. કે.બી. ડાકાએ જોઈ તપાસી અરવિંદભાઈને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે ટંકારા પોલીસે અ.મોતની નોંધ કરી છે