વાંકાનેર પેડક સોસાયટીમાં રહેતા ૩૨ વર્ષીય યુવકે વધારે પડતા ડિપ્રેશનને કારણે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અ.મોતની નોંધ અંગે મળતી વિગતો મુજબ ગઈકાલ તા.૨૧/૦૯ના રોજ પેડક સોસાયટી વિસ્તારમાં રહેતા નિકીરાજસિંહ પ્રધુમનસિંહ ઝાલા ઉવ.૩૨ છેલ્લા દોઢ વર્ષથી ડિપ્રેશનની બીમારીથી પીડાતા હતા અને નિયમિત દવા લેતા હતા. તાજેતરમાં લગભગ પંદર-સોળ દિવસ પહેલાં તેમની માતાનું અવસાન થતાં તેઓ વધુ પડતા ડિપ્રેશનમાં આવી જતા નિકીરાજસિંહે પોતાના ઘરના રૂમનો દરવાજો અંદરથી બંધ કરી, પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હાલ વાંકાનેર સીટી પોલીસે અમૃત્યુની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે