મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ પાછળ બેભાન હાલતમાં મળી આવેલ મૂળ ઝારખંડના વતનીનું મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મૃત્યુ નીપજતા એ ડિવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મળતી માહિતી મુજબ, શંકરભાઈ જયલાલપ્રસાદ મેહતા ઉવ.૩૭ રહે. એન.એચ. ૩૩, ડુમરોન થાના ઇચાક, જી. હાજારીબાગ, ઝારખંડ વાળા તા. ૨૦/૦૯ના સાંજના અરસામાં જુના બસ સ્ટેન્ડના પાછળના ભાગે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. ઘટના સ્થળેથી ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા તેમને તરત જ મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ચાલુ સારવાર દરમ્યાન તા. ૨૧/૦૯ના રોજ ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી તેઓને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે