ખેતર માં ‘રોટાવિટર મશીન’ માં 13 વર્ષ ના બાળક નો પગ ફસાઈ જતા કચડાઈ ગયો હતો. પગના ઘણા સ્નાયુ કચડાઈ ગયા હતા અને ઘણા બધા ફ્રેક્ચર પણ થયા હતા. આવી સ્થિતિ માં ઘણી વાર પગ કાપવાની જરૂર પડતી હોય છે. આયુષ હોસ્પિટલમાં વધુ સારવાર માટે દર્દી ને લાવવામાં આવ્યું હતું. આયુષ હોસ્પિટલમાં પ્લાસ્ટીક સર્જન ડૉ આશિષ હડિયલ દ્વારા ઈમરજન્સી માં ઓપરેશન કરી પગ ને બચાવવા આવ્યો. દર્દી અત્યારે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. પગ એકદમ બરાબર છે. વ્યવસ્થિત ચાલી શકે છે , દોડી શકે છે. આટલી ગંભીર ઇજા માં બાળક નો પગ બચાવવા માટે દર્દી ના પરિવારે ડોક્ટર ને આભાર વ્યક્ત કર્યો .
ઉલ્લેખનીય છે કે મોરબી શહેર માં ડૉ આશિષ હડિયલ ફકત એક જ પ્લાસ્ટીક સર્જન છે અને ગંભીર ઈજાઓ ઠીક કરવાનો બહોળો અનુભવ ધરાવે છે. આયુષ હોસ્પિટલમાં માં ફુલ ટાઈમ ઉપલબ્ઘ છે.