“વિના સહકાર નહીં ઉધ્ધાર”, “સહકાર અને સહકારીતા થકીજ સૌ એકબીજાના વિકાસના પૂરક બની રહીએ” તેવા સૂત્ર સૂત્ર સાથે કામ કરતી મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી સહકારી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા અને ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની સર્વાનુમતે બિન હરીફ વરણી થઇ છે.
મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ની તાજેતરમાં ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સહકાર પેનલનો ઝળહળતો વિજય થયો છે. નવા કારોબારી સભ્યો ચૂંટાઈ આવતા આજરોજ ચૂંટણી અધિકારીના અધ્યક્ષ સ્થાને મંડળીની ખાસ સાધારણ સભા મળી હતી. આ સાધારણ સભાએ ચૂંટાયેલા અને બિનહરીફ થયેલા નવનિયુક્ત પ્રતિનિધિઓને નિયમોનુસાર કારોબારી સભ્યો તરીકે બહાલી આપી હતી. ત્યારબાદ મંડળીના કાર્યાલય ખાતે મળેલ નવનિયુક્ત કારોબારી સભ્યોની બેઠકમાં મોરબી શહેર પ્રાથમિક શિક્ષક શરાફી મંડળી લી.ના પ્રમુખ પદે સંદીપ આદ્રોજા તેમજ ઉપપ્રમુખ પદે અરવિંદ કાવરની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મંડળીને સમૃદ્ધિ અને વિકાસપથ પર લઈ જવા માટે સત્તત પ્રયત્નશીલ રહી પરીણામલક્ષી કામગીરી માટે નવનિયુક્ત પ્રમુખ,ઉપપ્રમુખ તેમજ સૌ કારોબારી સભ્યોને મંડળીના સૌ સભાસદ શિક્ષકો તેમજ મોરબી શહેર પ્રાથમિક શિક્ષક પરિવારે શુભેચ્છાઓ પાઠવી છે.