ગુજરાત સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા ગુજરાત વિકાસ સેવા, વર્ગ-૨ સંવર્ગમાં ફરજ બજાવતા 27 તાલુકા વિકાસ અધિકારીઓની વહીવટી હિતને ધ્યાનમાં રાખીને બદલીના આદેશો બહાર પાડવામાં આવ્યા છે.
ગુજરાત રાજ્ય પંચાયત ગ્રામગૃહ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યમાં 27 તાલુકા વિકાસ અધિકારીની વહીવટી સરળતા માટે બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે. જેમાં તાત્કાલિક અસરથી ગુજરાતના 27 તાલુકા વિકાસ અધિકારીઓની બદલી થતા વાંકાનેર મોરબીને નવા ટિડીઓ મળ્યા છે. ગુજરાત વિકાસ સેવા, વર્ગ-2 તાલુકા વિકાસ અધિકારી સંવર્ગમાં ફરજ બજાવતા 27 અધિકારીઓને બદલીના આદેશ અપાયા છે. જેમાં મોરબી જિલ્લાના મોરબી TDO પિ.એસ ડાંગરને રાજકોટના જેતપુર ખાતે મોકલવામાં આવ્યા છે.જ્યારે એમની જગ્યાએ જેતપુરથી જે.પી વણપરીયા મુકાયા છે.તેમજ વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તરીકે અંજાર કચ્છથી પાયલ ભરતભાઈ ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે.