મોરબી તાલુકાના જુના મોડપર ગામે આરોપી અક્ષયભાઈ સોલંકી દેશી દારૂની ભઠ્ઠી ચલાવતો હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા મોડપર ગામે સ્મશાન પાસે આવેલ વોકળામાં દરોડો પાડવામાં આવ્યો હતો, દરોડા દરમિયાન સ્થળ ઉપરથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીના સાધનો તથા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૦૦૦લીટર કિ.રૂ.૨૦,૦૦૦/-, દેશી દારૂ ૪૦ લીટર કિ.રૂ.૮,૦૦૦/-સહિત રૂ.૨૯,૭૫૦/-ના મુદ્દામાલ સાથે આરોપી અક્ષયભાઈ વિનુભાઈ સોલંકી ઉવ.૨૮ રહે. મોડપર ગામ તા.મોરબી વાળાની અટકાયત કરવામાં આવી હતી. હાલ તાલુકા પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.