મોરબી શહેરના વિધ્યુતનગર વિસ્તારમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે મોરબી સીટી ‘બી’ ડીવિઝન પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
મોરબી શહેર સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામેના વિધ્યુતનગરમાં રહેતા શીતલબેન પુનિતભાઈ દેવઇતત ઉવ.૨૮ એ ગઈકાલ તા. ૨૩ સપ્ટેમ્બરના રોજ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા સીટી બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.