ટંકારા તાલુકાના સરાયા ગામે રહેતા 20 વર્ષીય યુવક કિશન બાબુભાઈ ગમારા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના આઈડી ‘mafiya_._302’ પર ગુપ્તી જેવું ધારદાર હથિયાર સાથે ફોટો પોસ્ટ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો.
મળતી માહિતી અનુસાર, કિશને આ પોસ્ટ દ્વારા લોકોમાં ડર ફેલાવવાનો અને શારીરિક નુકસાન સંબંધી ગુનો આચરવાનો આશય દર્શાવ્યો હતો. આ ઘટનાને પગલે ટંકારા પોલીસે ગુજરાત પોલીસ અધિનિયમ (જી.પી. એક્ટ) કલમ-135 હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીની ધરપકડ સહિતની વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના પંથકમાં ચર્ચાનો વિષય બની છે.