મોરબીના લાલપર ગામ સામે તાલુકા પોલીસે વિદેશી દારૂની પાંચ બોટલ સાથે એક ઈસમને ઝડપી પાડી પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમ્યાન લાલપર ગામ સામે શ્રી હરી ચેમ્બર પાસે શંકાસ્પદ હાલતમાં જતા ઇસમને રોકી તેની તલાશી લેતા તેની પાસેથી વિવિધ બ્રાન્ડની કુલ પાંચ વિદેશી દારૂની બોટલો ૭,૫૦૦/- મળી આવી હતી, આ સાથે પોલીસે આરોપી મયુરભાઈ વીરજીભાઈ ડાંગરોણીયા ઉવ.૩૫ રહે. રવાપર રોડ ક્રિષ્ના સ્કૂલવાળી શેરી, મોરબીવાળાની અટક કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.