Tuesday, October 7, 2025
HomeGujaratમોરબીમાં બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીમાં બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન

મોરબીના લખધીરવાસ ચોકમાં આગામી શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપ કમીટી દ્વારા દુર્ગાપુજા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.૨૭/૦૯/૨૦૨૫ શનિવાર ના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.આઈ. રાકેશકુમાર પટેલ દ્વારા દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન કરવામાં આવશે.

- Advertisement -
- Advertisement -

મોરબીની શ્રી બેંગલ દુર્ગાપુજા ગ્રુપના તમામ કમીટી મેમ્બર્સ અને સભ્ય દ્વારા છેલ્લા નવ વર્ષની જેમ આ દસમાં વર્ષે પણ દુર્ગાપુજા મહાઉત્સવનું શાનદાર અને ભવ્ય આયોજન કરવામાં આવશે. નવ વર્ષના સફળ અને સુંદર આયોજન બાદ આ વર્ષે દસમાં વર્ષમાં પ્રવેશ કર્યો છે. જેમાં તા.૨૭/૦૯/૨૦૨૫ શનિવારના રોજ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનનાં પી.આઈ. રાકેશકુમાર પટેલના હસ્તે રાત્રે ૯-૦૦ થી ૧૦–૦૦ વાગ્યા દરમ્યાન દુર્ગાપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે. તેમજ મુકેશકુમાર પટેલ તેમના અનુકુળ સમય મુજબ દુર્ગા પુજા પંડાલના દર્શન માટે જશે. દુર્ગાપુજા કોઈ પ્રદેશ કે પ્રાંતનો નહીં પરંતુ તમામ જન જાતિ સમુદાયને સાથે ચાલીને ઉજાવવામાં આવે છે. દુર્ગાપુજા ઉત્સવને યુનેશકો દ્વારા વર્લ્ડ હેરીટેજ ફેસ્ટીવલમાં સ્થાન આપવામાં આવ્યું છે. દુર્ગાપુજા દેશમાં જ નહી પરંતુ વિદેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે. મહા આરતીનો સમય દરરોજ રાત્રે ૮-૦૦ થી ૯-૦૦ વાગ્યા સુધીનો રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમનો સમય સાંજે સાડા છ થી આઠ વાગ્યાનો રહેશે અને મહા આરતી બાદ પ્રખ્યાત બંગાળી ધુનુચિ નૃત્યનો સમય રાત્રે 9:00 વાગ્યા પછીનો રહેશે. વિર્સજન યાત્રા વિજયદસમી તા.૦૨-૧૦–૨૦૨૫ સાંજે ૫-૦૦ વાગ્યા પછી લખધીરવાસ ચોકથી રવાના થશે.જે મોહિતભાઈ રાવલ દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે ભારતની મહાન સંસ્કૃતી અને બંગાલની પરમપરાનું સમન્વય એટલે દુર્ગાપુજા આ પંડાલમાં બુધ્ધીના દેવતા ગણેશજી, બલના દેવતા કાર્તિકેય સ્વામી, જ્ઞાનના દેવી સરસ્વતી, ધન અને એશ્રવર્યાના દેવી લક્ષ્મી, અને મહીસાસુરમર્દિની માં દુર્ગાનું પુજાન, અર્ચન, આરતી અને સ્તુતી કરવામાં આવે છે. તો આ દુર્ગા પુજા મહા ઉત્સવનો અમુલ્ય લાભ લેવા માટે મોરબીની જનતાને નિમંત્રણ આપવામાં આવ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!