ખાનગી કંપની તથા આયાત કરો ને ભારી માત્રા માં નુકસાન સાથે અનેક ની રોજી રોટી ને થશે અસર
મોરબી જિલ્લા માં છેલ્લાં ૩- દિવસ થી ૧૮ થી ૨૦ ઇંચ જેટલો વરસાદ થયો છે જેમાં મોરબી ના માળિયા વિસ્તાર માં વરસાદ નું વધુ જોર જોવા મળ્યું હતું ત્યારે આવા ૩- દવસ થી ચાલી રહેલા ભારે વરસાદ ના કારણે મીઠા ઉદ્યોગ માં લાખો રૂપિયા નું નુક્સાન થવાની સાથે સાથે માળિયા તાલુકા નું નવલખી બંદર પણ તળાવ માં ફેરવાય ગયું હતું જેના લીધે ત્યાં પડેલો હજારો ટન કોલસા નો જથ્થો પાણીના વહેણ ના કારણે દરિયામાં તણાઈ ગયો હતો
ઉલ્લેખનિય છે કે, મોરબી જિલ્લા નું નવલખી બંદર ને કોલસા નું હબ ગણવા માં આવે છે અને રોજ ના લાખો ટન કોલસા ની આયાત અને નિકાસ કરવા માં આવે છે પરંતુ કુદરતી મેઘ પ્રકોપ ના લીધે જે વરસાદી પાણી નવલખી બંદર પર ફરી વળ્યા તેના કારણે કોલસો દરિયામાં વહી જતા હાલ નુકસાન નો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ બની ગયો છે
પરંતુ એ ચોક્કસ થી કહી શકાય કે આ કોલસા ના નુકસાન થીં ખાનગી કંપની થતાં આયાત કરો ને મોટી નુકસાની ભોગવવી પડશે તો બીજી બાજુ બંદર ખાતા અને કંપની દ્વારા બચી ગયેલા કોલસા ને યોગ્ય જગ્યા પર ખસેડવા ની કાર્યવાહી હાથ ધરવા માં આવી છે. અને હજુ આગામી ૨- દવસ વધુ વરસાદ ની આગાહી છે આવામાં જો બચી ગયેલા કોલસાને સલામત સ્થળે ખસેડવા માં નહિ આવે તો મોટી તારાજી અને મોટું નુક્સાન નવલખી બંદર પર થઈ શકે છે જેની અસર મોરબી ના ઉધોગો માં પણ જોવા મળી શકે છે આથી આવી તારાજી કે નુકસાન ન થાય તે માટે બંદર દ્વારા યુધ્ધ ના ધોરણે ટીમો બનાવી હાલ કામગીરી હાથ ધરવા માં આવી છે જો કે હાલ વેપારીઓને લાખો રૂપિયાનો કોલસો પાણીમાં વહી ગયો છે જેના લીધે વેપારીઓ અને ખાનગી કંપનીઓ પાયમાલ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.