રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવ તથા મોરબી જિલ્લા એસ.પી. એમ.એન.પટેલ દ્વારા પ્રોહીબીશન-જુગારની અસામાજીક પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય જે અન્વયે કામગીરી કરતા દરમિયાન વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા દેશી દારૂ ભરેલ સ્વીફટ ડીજાયર કારના ચાલકને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ આજ રોજ પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતી. તે દરમિયાન તેઓને મળેલ બાતમીના આધારે, વાંકાનેરથી મોરબી તરફ જતા ઢુવા ગામની સીમમા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ ગેલભવાની હોટલ પાસેથી રોડ પરથી મારૂતી સુઝુકી કંપનીની સફેદ કલરની GJ-13-AX-3932 નંબરની સ્વીફટ ડીજાયર કારમાથી રૂ.૮૦,૦૦૦/-ની કિંમતનો ૪૦૦ લીટર દેશી દારૂ તથા સ્વીફટ ડીજાયર કારની કિંમત રૂ.૫,૦૦,૦૦૦/- તથા મોબાઈલ ફોન મળી કુલ રૂ.૫,૯૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ધર્મેશભાઈ રમેશભાઈ મેટાળીયાને પકડી પાડી તેમજ દેશી દારૂનો જથ્થો મંગાવનાર રવિભાઈ ઉર્ફે માસ તથા જથ્થો મોકલનાર વિજ્યભાઈ ઉર્ફે ભુરો વાલજીભાઈ માલકીયાની શોધખોળ ચાલુ હોય જેથી ઇસમો વિરૂધ્ધ પ્રોહીબીશન મુજબનો ગુન્હો રજી. કરી કાયદેસરની કાર્યવાહી કરવામા આવી છે.