ટંકારા ખાતે બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન વર્ષ 2025-26 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં svs કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાઓએ વિભાગ 2માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે.
વર્ષ 2025-26 ના ટંકારા તાલુકાના svs કક્ષાના બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ઓરપેટ કન્યા વિદ્યાલયની બાળાઓએ વિભાગ 2માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. વિદ્યાર્થીઓએ જળ કુંભી નામની કૃતિ બનાવી હતી. જેમાં જળકુંભીના રેસામાંથી ડિસ્પોજેબલ બાઉલ, ખાતર અને કાપડ બનાવવા માટે રેસા બનાવ્યા હતા. આ માટે શાળાના વિજ્ઞાન શિક્ષક હિરલબેન પટેલે દીકરીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. ઓરપેટ શાળાની વિદ્યાર્થીનીઓ દેત્રોજા નેન્સી અને ફુલતરીયા યાત્રીની આ સિધ્ધિ બદલ શાળા પરિવાર ગૌરવની લાગણી અનુભવી હતી.