Wednesday, October 8, 2025
HomeGujarat“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા ૨૩ મોબાઈલ...

“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા ૨૩ મોબાઈલ તથા સોનાનો ચેઇન મૂળ માલિકોને સોંપ્યા

મોરબી સીટી એ-ડીવીજન પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત “CEIR” પોર્ટલના ઉપયોગથી મોરબીમાથી રૂ.૪,૫૪,૯૦૮/- ની કિમતના કુલ ૨૩ ખોવાયેલ મોબાઈલો તેમજ ચીલઝડપમા ચોરી થયેલ સોનાનો ચેઇન રૂ.૧,૦,૫૦૦૦/- નો શોધી કાઢી અરજદારોને પરત કરવામાં આવ્યા છે.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા એસપી મુકેશ પટેલે પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરી હતી. ત્યારે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.એસ.પટેલ દ્વારા અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ તેમજ ચીલઝડપ ચોરીમા ગયેલ સોનાનો ચેઇન શોધી કાઢવા સુચના કરેલ હોય જે અનુસંધાને મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે “CEIR”પોર્ટલનો ઉપયોગ કરી “CEIR”મા એંટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ વર્ક આઉટ કરી કુલ ૨૩ મોબાઇલ રૂ.૪,૫૪,૯૦૮/- તથા ચીલઝડપ ચોરીમા ગયેલ સોનાનો ૧ ચેઇન રૂ.૧,૦૫,૦૦૦/- નો તેમજ એક અરજદારનો ખોવાયેલ ચેઇન રૂ.૧,૦૦,૦૦૦/- નો શોધી પરત આપી તથા એક સ્પ્લેન્ડર મોટરસાયકલ રૂ.૪૦,૦૦૦/- નુ શોધી મુળ માલીકને પરત કરી કુલ રૂ.૬,૯૯,૦૮/- નો મુદામાલ પરત કરી સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર મોરબી સીટી એ ડીવીજન પોલીસે સાર્થક કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!