ટંકારામાં સેવાભાવી યુવક દ્વારા સરાહનીય કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ટંકારાથી લતીપર રોડ ઉપર ગાયને અજાણ્યા વાહને હડફેટે લેતા ગાય ઈજાગ્રસ્ત થઇ હતી. જે અંગે સેવાભાવી યુવાનને જાણ થતા તેણે ગાયનું રેસ્ક્યુ કરી મોરબી સારવાર અર્થે ખસેડી હતી.
મળતી માહિતી અનુસાર, ટંકારાનાં લતીપર રોડ ઉપર હિરાપર નજીક ગાયને અજાણ્યા વાહને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ગામના રાહદારીએ સેવાભાવી પટેલ ક્રેન વાળા ભનાભાઈને જાણ કરતા તેમની ટિમ સાથે તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ગાયનું રેસ્ક્યુ કરી સારવાર માટે મોરબી ખસેડવામાં આવી છે. ટંકારા તાલુકામાં અબોલ જીવ માટે પટેલ ક્રેન 9724432006 ભનાભાઈ વિનામુલ્યે સેવા આપે છે. જો કોઈના ધ્યાને ગૌ વંશ કે અબોલ જીવ જોવા મળે તો તેમના નંબર પર સંપર્ક કરવા જણાવાયું છે.