Wednesday, October 8, 2025
HomeGujaratમોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું હિમોગ્લોબીન ચેક કરી જરૂરી દવાઓ અપાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓનું હિમોગ્લોબીન ચેક કરી જરૂરી દવાઓ અપાઈ

મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ & રિસર્ચ સેન્ટર દ્વારા 400 બળાઓનું હિમોગ્લોબીન ચેક કરાયું હતું. મોરબીની પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળાની બાળાઓનું હિમોગ્લોબીન ચેક કરી જરૂરી દવાઓ અપાઈ હતી.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં વિદ્યાર્થીઓની સુખાકારી માટે બ્લડગ્રુપ ચેક કરવા માટેનો કેમ્પ યોજાયો હતો. આંખોની રોશની નંબર ચેક કરવા માટેના મેડિકલ કેમ્પની જેવા અનેકવિધ સેવાકેમ્પનું આયોજન કરવામાં આવ્યા છે, એવી જ રીતે વિદ્યાર્થીનીઓમાં હિમોગ્લોબીન ઉણપ વધુ જોવા મળતી હોય છે, જેના લીધે વિદ્યાર્થીઓનીમાં અનેક શારીરિક સમસ્યાઓ સર્જાતી હોય છે, એનિમિયા નિવારણ અને નિયંત્રણ ભાગ રૂપે એનિમિયા મુક્ત ભારત કાર્યક્રમના સમર્થનમાં શ્રીમદ્દ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ ધરમપુર વલસાડ સેન્ટર દ્વારા પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં ડો.અશ્વિન નકુમેં બાલ વાટીકાથી ધો.8 ની 414 જેટલી વિદ્યાર્થીનીઓનું હિમોગ્લોબીન ચેક કર્યું હતું. સામાન્ય રીતે બાળકો અને બહેનોમાં 11 કે તેથી વધુ, પુરુષોમાં 13 કે તેથી વધુ હિમોગ્લોબીનનું પ્રમાણ હોવું જોઈએ જો 9 થી 11 હોય તો હળવો એનિમિયા 7 થી 9 હોય તો મધ્યમ અને 7 થી ઓછું પ્રમાણ હોય તો ગંભીર એનિમિયા ગણાય આનાથી ચક્કર આવવા, હાથ સફેદ દેખાવા, નખ દબાયેલા હોય, આંખ ફિક્કી હોય,જીભ સફેદ દેખાય, જીભ પર છાલા પડવા જેવી તકલીફો થાય છે, એના માટે લોહતત્વની ગોળી લેવી, લોહયુક્ત આહાર લીલા શાકભાજી, સરગવો,ટામેટા પાપડી, વટાણા, અડદ, ચણાની દાળ,મગ,નાગલી, ગોળ જેવા પોષક આહાર લેવા જોઈએ વગેરે માર્ગદર્શન આપવામાં આવ્યું અને ઓછું હિમોગ્લોબીન ધરાવતી વિદ્યાર્થીનીઓને ગોળી અને શિરપ પણ આપવામાં આવ્યા કેમ્પને સફળ બનાવવા શાળાના પ્રન્સિપાલ દિનેશભાઈ વડસોલા, ડો. અશ્વિન નકુમ તેમજ શાળાના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!