હળવદ પોલીસ દ્વારા હળવદ તાલુકાના માથક-કડીયાણા રોડ ઉપરથી ઇનોવા કારમાં લઈ જવાતા ૫૧૫ લીટર દેશી દારૂના મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો છે. જયારે ત્રણ આરોપીઓ ફરાર થઈ જતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, હળવદ પોલીસની ટીમને મળેલ બાતમીનાં આધારે હળવદ તાલુકાના માથક-કડીયાણા રોડ ઉપરથી એક ઇનોવા ગાડીમાંથી ૫૧૫ લીટર દેશી દારૂનો જથ્થો પકડી દવામાં આવ્યો છે. અને દેહી દારૂ તથા કાર મળી કુલ રૂ. ૬,૦૩,૦૦૦/-નાં મુદામાલ સાથે હિતેશ ઉર્ફે રાઘવ ભરતભાઇ મકવાણા નામના શખ્સને પકડી પાડવામાં આવ્યો છે. જયારે જયંતી દેવશીભાઇ ચૌહાણ, ફરીદાબેન જયંતીભાઇ ચૌહાણ તથા સંજય ઉર્ફે અમરાભાઇ શામજીભાઇ જંજવાડીયા નામના શખ્સો સ્થળ પરથી મળી ન આવતા તેમને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. તેમજ તમામ આરોપીઓ વિરુધ્ધમાં પ્રોહીબીશન એકટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.