મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહાઉત્સવ યોજવામાં આવ્યો હતો. જેમાં ત્રણ દિવસ સુધી રાધે પાર્ટી પ્લોટમાં ખેલૈયાઓએ “ટ્રેડિશનલ ગરબા, મસ્તી અને સંગમ અને ઇનામોનો વરસાદ” માણ્યો હતો.
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા આયોજિત ત્રણ દિવસીય રંગરાત્રિ કાર્યક્રમ રાધે પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રીતે ઉજવાયો હતો. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, પેરેન્ટ્સ ઉપસ્થિત રહ્યા અને એકથી એક યાદગાર પળોને જીવંત કરી ગયા હતા, ત્રણેય દિવસનો માહોલ એવો રહ્યો કે ખેલૈયાઓ માટે જાણે “મોરબીમાં નાનકડું યુનાઈટેડ વે” ઊતરી આવ્યું હોય. ટ્રેડિશનલ વસ્ત્રો, ઝગમગતા આભૂષણો, ડીજેની ધમાલ ધૂન અને મોજમસ્તીથી સમગ્ર મેદાન ઝળહળી ઉઠ્યું હતું. જેમાં પ્રથમ દિવસે નવયુગ પ્રેપ સેક્શનના નાનકડા સ્ટુડન્ટ્સ તથા તેમના પેરેન્ટ્સે મસ્તીભેર ગરબે રમ્યા હતા. નાનકડા બાળકોના નિર્દોષ ચહેરા, ટ્રેડિશનલ ડ્રેસમાં તેમના ક્યૂટ સ્ટેપ્સ અને પેરેન્ટ્સની સાથે ગરબે રમવાની મજા – પ્રેક્ષકોને આનંદથી ભરપૂર કરી ગઈ હતા. દરેક બાળકને ગિફ્ટ આપવામાં આવતા ખુશીના ઝરણાં ફૂટી નીકળ્યાં હતા. એક પેરેન્ટ બોલ્યા – “બાળકોને આટલી નાની ઉમરે આ પ્રકારના કાર્યક્રમમાં સ્ટેજ મળે એ ખૂબ મોટી વાત છે. નવયુગે હંમેશા બાળકોને આત્મવિશ્વાસ આપ્યો છે.” જયારે બીજા દિવસે નવયુગ કોલેજ અને સંકુલના વિદ્યાર્થીઓએ મેદાન ધમધમતું બનાવી દીધું હતું. સ્ટેજ પરથી ગરબા વાગતા જ ખેલૈયાઓના ટ્રેડિશનલ ડ્રેસ અને કુર્તા-પાયજામા પવનની જેમ લહેરાયા હતા. યુવાનોના સ્ટેપ્સમાં ટ્રેડિશનલ ટચ સાથે મોર્ડન થ્રિલ જોવા મળ્યો હતા. મેદાનમાં એટલી મેદની ઉમટી પડી કે દર્શકોને લાગ્યું – “આ તો મોરબીનો મીની યુનાઈટેડ ગરબા છે!” પ્રિન્સ, પ્રિન્સેસ, બેસ્ટ ડ્રેસ, બેસ્ટ એક્શન અને જેવી અનેક કેટેગરીમાં ઇનામો આપવામાં આવ્યા હતા. ઇનામ જીતનાર ખેલૈયાઓના ચહેરા પર ખુશી છલકાતી હતી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે “ગરબા રમવું એટલે માત્ર ડાન્સ નહીં, પણ સંસ્કૃતિનો આનંદ માણવો. આજની રાત જીવનભર યાદ રહેશે.” તેમજ ત્રીજા દિવસે નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ એવી ધમાલ મચાવી દીધી કે ગરબા ગ્રાઉન્ડ ટૂંકું પડી ગયું હતું. વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ટ્રેડિશનલ વસ્ત્રોમાં એટલા સરસ રીતે ગરબે રમ્યા કે દરેક પરફોર્મન્સ પર તાળીઓના ગડગડાટ સાથે હર્ષધ્વનિ થયો હતો. જજીસ ને પણ વિજેતાઓ પસંદ કરવામાં મુશ્કેલી પડી અને બોલી ઉઠ્યા કે અમે અહીં જજમેન્ટ કરવા આવ્યા છીએ, પણ મેદાનમાં ઊતરી જ રમવા મન થઈ રહ્યું છે!” આ રાત્રે પણ વિવિધ કેટેગરીમાં ઇનામોની વરસાદ વરસી અને ખેલૈયાઓની ખુશી દ્વિગુણી થઈ ગઈ હતી. ત્યારે ત્રણેય દિવસના આ વિશાળ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ પી.ડી. કાંજીયા તથા રંજનબેન કાંજીયા ઉપસ્થિત રહ્યા હતા. તેમનો સતત ઉત્સાહ અને માર્ગદર્શન ખેલૈયાઓ માટે પ્રેરણારૂપ સાબિત થયો. ઉપરાંત તમામ વિભાગ વડાઓ, શિક્ષકો અને નવયુગના તમામ કર્મચારીઓએ કાર્યક્રમને સફળ બનાવવા દિલથી મહેનત કરી હતી અને પ્રમુખ કાંજીયા જણાવ્યું હતું કે, “વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસ જોવા મળ્યો. એ જ અમારો સફળ કાર્યક્રમ છે.”