આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં માં આવેલ છે. જે અંતર્ગત આજ રોજ મોરબી જિલ્લાના લુણસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર મેડીકલ કેમ્પ તથા બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા તા.૧૭ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર ૨૦૨૫ દરમ્યાન “સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન” નામનું આરોગ્ય અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે મોરબી જિલ્લાના લુણસર સામુહિક આરોગ્ય કેન્દ્ર ઉપર આજરોજ તારીખ ૨૮/૯/૨૦૨૫ ના મેડીકલ કેમ્પનું તથા બ્લડ ડોનેટ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં રાજ્ય સભાના સાંસદ કેસરીસિંહ ઝાલા, મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિ ચેરમેનના પ્રતિનિધી વાઘજીભાઇ ડાંગરોચા, ચતુરભાઈ મકવાણા પ્રમુખ ભાજપ, કીરીટભાઇ વસિયાણી તાલુકા પંચાયત સદસ્ય, ડાયાબાપા સરપંચ અને ગામના રાજકીય આગેવાનો તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી મોરબી પી.કે.વાસ્તવ, તાલુકા હેલ્થ ઓફિસર ડો.આરીફ થતા CHC લુણસરના અધિક્ષક ડો.મિલન વડાવિયા તથા PHC પાડધરાના મેડિકલ ઓફિસર કે.એ. માથકિયા અને CHC-PHC નો તમામ સ્ટાફ તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ કેમ્પમાં GMERS મેડીકલ કોલેજ મોરબીના નિષ્ણાત મેડીકલ ટીમમાં સ્ત્રીરોગ, ઓર્થોપેડીક, બાળરોગ, દાંતના રોગ ફિઝિશિયન ડોક્ટર, ચામડીના રોગ અને કાન નાક ગળાના રોગના ડોકટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. આ કેમ્પમાં વિવિધ રોગના કુલ ૩૨૩ દર્દીઓને સારવાર આપવામાં આવી છે અને બ્લડ ડોનેટ કેમ્પમાં ૨૫ બોટલ બ્લડ દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું છે.