મોરબી સીટો એ ડિવિઝન પોલીસ ટીમે વાવડી રોડ કબીર આશ્રમ નજીક કેનાલ પાસે એક ઇસમને વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૧૮૦મીલી. ની ત્રણ બોટલ કિ.રૂ.૯૦૦/-સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પોલીસે આરોપી યુસુફભાઈ હાજીભાઈ સાલેમાનભાઈ દલવાણી ઉવ.૪૦ રહે. આર-૨ જોન્સનગર લાતી પ્લોટ શેરી નં.૧૨ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.