Wednesday, October 8, 2025
HomeGujaratમોરબી-૨: કાંતિનગરમાં રહેણાંક પાસે પાર્ક કરેલ બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી-૨: કાંતિનગરમાં રહેણાંક પાસે પાર્ક કરેલ બાઇકની ચોરીની ફરિયાદ નોંધાઈ

મોરબી-૨ વિસ્તારમાં કાંતિનગર શેરી નં.૨ માં આવેલ રહેણાંક મકાનની બાજુમાં પાર્ક કરેલ બાઇકની કોઈ અજાણ્યા વાહન ચોર ચોરી કરી લઈ ગયા અંગેની અત્રેના બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં કાંતિનગર શેરી નં.૨ ચામુંડા સ્ટોર પાસે રહેતા અસલમભાઈ તાજમહમદભાઈ સંધવાણી ઉવ.૨૪ એ અજાણ્યા ચોર ઈસમ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં બાઇક ચોરી અંગેની ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે, ગઈ તા.૧૬/૦૯ના રોજ રાત્રીના ૩.૩૦વાગ્યે અસલમભાઈ પોતાના કામ ઉપરથી પરત આવી પોતાનું સ્પ્લેન્ડર પ્લસ રજી.નં. જીજે-૩૬-એએસ-૯૭૩૭ પોતાના ઉપરોક્ત રહેણાંક મકાનની બાજુમાં પાર્ક કર્યું હતું. જે બાદ ૧૬/૦૯ના રોજ સાંજના સમયે પાર્ક કરેલ પોતાનું બાઇક ત્યાં જોવામાં ન આવતા, તેમના પિતા સાથે બાઇક અંગે આજુબાજુમાં શોધખોળ કરતા મળી આવેલ ન હોય, જેથી અસલમભાઈએ બાઇક ચોરી અંગે પ્રતગમ ઈ-એફઆઈઆર નોંધાવ્યા બાદ રૂબરૂ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે, ત્યારે પોલીસે અસલમભાઈની ફરિયાદને આધારે આરોપી અજાણ્યા વાહન ચોર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!