મોરબી તાલુકાના બેલા રોડ પર એસ.પી. સો. સીરામીકના ગ્રાઉન્ડમાં ટ્રકમાં સુતેલ ટ્રક ચાલક સવારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી તેઓને મોરબી સરકારી હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે તેમને મૃત જાહેર કરવામાં આવતા તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી છે.
મળતી માહિતી મુજબ, પપુભાઈ ગુરૂદિનભાઈ મોરીયા ઉવ.૩૨ રહે.બલરામપુર (ઉત્તરપ્રદેશ)ના રહેવાસી ગઈકાલ તા. ૨૮/૦૯ના રોજ મોરબીના એસ.પી. સો. સીરામીક બેલા રોડ પર ટ્રકમાં સુતા હતા. જે બાદ સવારે તેમને જગાડવા જતાં તેઓ બેભાન હાલતમાં જોવા મળ્યા હતા. જેથી તાત્કાલિક સરકારી હોસ્પિટલ મોરબી ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસી પપુભાઈનું મોત થયાનું જાહેર કર્યું હતુ. પોલીસે ઘટના અંગે અ.મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.