મોરબીમાં અકસ્માતોના બનાવો દિન પ્રતિદિન વધતા જાય છે. ત્યારે મોરબી થી વાંકાનેર જતા રસ્તે વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં એક દંપતી અકસ્માતનો ભેગા બન્યા છે. ત્યારે બનાવમાં પત્નીનું મોત નીપજ્યું છે. જયારે પતિ ઈજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મોરબીથી વાંકાનેર દર્શને જતા દંપતિને મકનસર ગામ નજીક અકસ્માત નડ્યો હતો. જેમાં પુરપાટ ઝડપે આવતા ટ્રકે દંપતીના વાહનને હડફેટે લેતા અકસ્માત સર્જાયો છે. ત્યારે બનાવમાં ભુપેન્દ્રભાઈ રવજીભાઈ ગોહિલ ઇજાગ્રસ્ત થતા સારવારમાં ખસેડવામાં આવ્યા છે. જયારે રંજનબેન ભુપેન્દ્રભાઈ ગોહિલનું ઘટનાસ્થળે જ મોત થતા મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.