Wednesday, October 8, 2025
HomeGujaratતપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો

તપોવન વિદ્યાલય & કોમર્સ સ્કૂલ-મોરબી ખાતે આજ રોજ માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં વિદ્યાર્થીઓને નશામાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવા સહિતના મુદ્દે માગદર્શન આપવામાં આવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

તપોવન વિદ્યાલય ખાતે આજરોજ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી મોરબી તેમજ પોલીસ અધિક્ષકની કચેરી-મોરબી દ્વારા નશાકારક બાબત તેમજ માર્ગ સલામતી અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. જેમાં RTO ઇન્સ્પેક્ટર મેવાડા, ટ્રાફિક ઇન્સ્પેક્ટર દિલીપ ઠાકર, SOG કમલેશ ખાંભલીયા, જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાંથી AEI દિપલબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. જેમના દ્વારા વિદ્યાર્થીઓને રોડ સેફટી, નશામાં વાહન ન ચલાવવું, રોંગ સાઈડમાં વાહન ન ચલાવવાનું, વાહન ધીમે ચલાવવું, લાઈસન્સ વગર વાહન ન ચલાવવું જોઈએ વગેરે મુદ્દે ધોરણ:-9 થી 12 ના વિદ્યાર્થીઓને માગદર્શન આપવામાં આવ્યું હતું. જે બદલ શાળાના ચેરમેન અશોકભાઈ રંગપરિયા, પ્રિન્સિપાલ નરેશભાઈ સાણજા તથા સંચાલક દીપ્તિબેન તેમજ તપોવન શાળા ખાતે આવેલ દરેક અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!