Wednesday, October 8, 2025
HomeGujaratશ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સનાં વિદ્યાર્થીઓ દ્વારા મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ...

શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સનાં વિદ્યાર્થીઓ દ્વારા મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ યોજાઈ

આજે શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ, લક્ષ્મીનગર, મોરબી ખાતે મેનેજમેન્ટ અને કોમ્પ્યુટર એપ્લિકેશન ડિપાર્ટમેન્ટ દ્વારા અદાણી ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલ “ઉડાન – ગેટ ઇન્સ્પાયર્ડ” હેઠળ મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ કોલેજ વિદ્યાર્થીઓને ક્લાસરૂમની બહાર પણ સર્વાંગી શિક્ષણ આપવાનો વિશ્વાસ રાખે છે. આ દિશામાં વધુ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં કોલેજ દ્વારા મુંદ્રાની ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રવાસ અદાણી ફાઉન્ડેશનની પ્રેરણાદાયી પહેલ “ઉડાન – ગેટ ઇન્સ્પાયર્ડ” હેઠળ યોજાયો છે. આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટનો હેતુ વિદ્યાર્થીઓને ભારતના ઔદ્યોગિક વિકાસ અને આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના જીવંત ઉદાહરણો સાથે પરિચિત કરાવવાનો છે. ગુજરાતમાં આવેલું મુંદ્રા, અદાણી ગ્રુપની અનેક વૈશ્વિક સ્તરની યોજનાઓનું કેન્દ્ર છે અને દેશના વેપાર, ઊર્જા તથા નવીનતાનું ગેટવે ગણાય છે. આ પ્રવાસ દરમ્યાન વિદ્યાર્થીઓ અદાણી ગ્રુપની પ્રતિષ્ઠિત એકમોની મુલાકાત લેશે. જેમાં અદાણી પોર્ટ્સ એન્ડ SEZ લિ.ની મુલાકાત લીધી હતી. કે જે, ભારતનું સૌથી મોટું કોમર્શિયલ પોર્ટ, જે વિશ્વસ્તરીય સુવિધાઓ અને આધુનિક કાર્ગો હેન્ડલિંગ માટે જાણીતું છે. અદાણી પાવર મુંદ્રા લિની મુલાકાત લીધી હતી. કે જે, દેશના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના થર્મલ પાવર પ્લાન્ટ્સમાંનું એક, જે ભારતની ઊર્જાની જરૂરિયાતોમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપે છે. અદાણી વિલમર લિ.ની મુલાકાત લીધી હતી. કે જે, FMCG ક્ષેત્રની અગ્રણી કંપની, ફૉર્ચ્યુન જેવા લોકપ્રિય બ્રાન્ડ તથા ખાદ્યતેલ, ફૂડ પ્રોડક્ટ્સ અને કન્ઝ્યુમર ગૂડ્સ માટે જાણીતી. તેમજ અદાણી સોલારની મુલાકાત લેવાઈ હતી. કે જે, રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં અગ્રણી કંપની, સોલાર ફોટોવોલ્ટેઇક મોડ્યુલનું ઉત્પાદન કરીને ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે. જયારે અદાણી વિન્ડની પણ મુલાકાત લેવાઈ હતી. અદાણી વિન્ડ પવન ઊર્જા પ્રોજેક્ટ્સ દ્વારા ભારતના ગ્રીન એનર્જી મિશનને મજબૂત બનાવે છે. વિદ્યાર્થીઓને આ મુલાકાતથી મૅનેજમેન્ટ, ટેકનોલોજી, લોજિસ્ટિક્સ, મેન્યુફૅકચરિંગ તેમજ સસ્ટેનેબિલિટી જેવા ક્ષેત્રોમાં વાસ્તવિક જ્ઞાન મળશે. આ અનુભવ તેમની શૈક્ષણિક સમજણને વધુ ઊંડો બનાવશે અને ભવિષ્ય માટે પ્રેરણા આપશે.

કોલેજ સંચાલન દ્વારા જણાવાયું કે, “ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ્સ વિદ્યાર્થીઓ માટે અનુભવ આધારિત શિક્ષણનો મહત્વપૂર્ણ ભાગ છે. અદાણી પોર્ટ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર મર્વેલ નથી પરંતુ તે ભારતની વિકાસગાથાનું પ્રતીક છે. આવી મુલાકાતો દ્વારા વિદ્યાર્થીઓને મોટી કંપનીઓના કાર્યપદ્ધતિ અને મેનેજમેન્ટ વિશે જ્ઞાન મળે છે, જે તેમને આગલા સમયમાં નેતૃત્વ માટે તૈયાર કરશે.” શ્રી આર્યતેજ ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ હંમેશા નવા પ્રયોગો, સ્કીલ ડેવલપમેન્ટ અને ઉદ્યોગો સાથેના ઈન્ટરઍક્શન પર ભાર મૂકે છે. મુંદ્રાની આ ઇન્ડસ્ટ્રિયલ વિઝિટ કોલેજના મિશનનો એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે, જે વિદ્યાર્થીઓને શૈક્ષણિક જ્ઞાન સાથે પ્રેક્ટિકલ અનુભવ આપીને તેમને પ્રેરિત અને સશક્ત બનાવશે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!