વાંકાનેર વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષીય મહિલાને ઘરમાં અચાનક હાર્ટ એટેક આવતા બેભાન થઈ ગયાં હતાં. સારવાર માટે હોસ્પિટલ લઈ જતાં ફરજ પરના ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર, વાંકાનેર શહેરની વિવેકાનંદ સોસાયટીમાં રહેતા ગીતાબેન દેશળભાઇ લક્ષ્મણભાઇ પરમાર ઉવ.૬૭ તા. ૨૮ સપ્ટેમ્બરના રોજ સાંજે સંડાસ-બાથરૂમમાં જતી વખતે અચાનક હાર્ટ એટેક આવ્યા બાદ બેભાન થઈ ગયાં હતાં. જેથી પરિવારજનોએ તેમને તાત્કાલિક સારવાર માટે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાં ફરજ ઉપરના મેડિકલ ઓફિસરે જોઈ તપાસી ગીતાબેનને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં વાંકાનેર સીટી પોલીસે અ.મોતની નોંધ કરી છે