મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક શંકાસ્પદ હાલતમાં રોડની સાઈડમાં થેલી લઈને ઉભેલા ઇસમને રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ગ્રેન્ડુર વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૫ નંગ બોટલ કિ.રૂ.૭૫૦/-મળી આવી હતી, જેથી આરોપી યતિષભાઈ બાબુભાઇ મુચ્છડીયા ઉવ.૨૪ રહે. રફાળેશ્વર ગામ આંબેડકરનગર વાળાની અટકાયત કરવામાં આવી છે. હાલ પકડાયેલ આરોપી સામે પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની તપાસ ચલાવી છે