નવરાત્રી તહેવારો દરમ્યાન શહેર પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા કામગીરી
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે ફિદાય પાર્ક વિસ્તારમાં આવેલ રહેણાંકમાં રેઇડ કરીને મકાન માલીકને દેશી બનાવટની જામગરી બંદૂક સાથે ઝડપી લેવામાં આવ્યો છે.
નવરાત્રી તહેવારો દરમિયાન શહેરમાં કોઇ અનિચ્છનીય બનાવો ન બને તે માટે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકની સર્વેલન્સ ટીમ કાર્યરત હોય, ત્યારે પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઇ. વિજયદાન ગઢવી તથા પો.કોન્સ. સિદ્ધરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, મોરબી શહેરના કંડલા બાયપાસ રોડ ફિદાય પાર્કમાં આવેલા એક મકાનમાં દેશી બનાવટની જામગરી બંદૂક રાખવામાં આવી છે. આ બાતમીના આધારે પોલીસ ટીમે સ્થળ પર રેઇડ કરી તપાસ કરતાં રાજુભાઇ અબ્દુલભાઇ પબાણીના રહેણાંક મકાનમાંથી દેશી બનાવટની જામગરી બંદૂક કિ.રૂ. ૨ હજાર સાથે ઝડપી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી.