પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઇલ સહિત ૬.૧૨ લાખના મુદ્દામાલ સાથે રાજકોટના શખ્સની અટક કરી.
માળીયા(મી) પોલીસે પૂર્વ બાતમીને આધારે શહેનશાવલીના પાટીયા નજીક કચ્છ-મોરબી હાઇવે પર વોચ ગોઠવી હ્યુન્ડાઇ કારમાંથી વિદેશી દારૂની ૨૩૪ નંગ બોટલ ઝડપી લીધી હતી, આ સાથે પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઇલ મળી કુલ રૂ. ૬.૧૨ લાખનો મુદામાલ કબ્જે કરી આરોપી કાર ચાલકની ધરપકડ કરી છે, જ્યારે દારૂનો જથ્થો કચ્છથી મોકલનાર આરોપીનું નામ ખુલતા માળીયા(મુ) પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
માળીયા(મી) પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બતમીબે આધારે કચ્છ તરફથી રાજકોટ જતી હ્યુન્ડાઇ આઈ-૨૦ કાર રજી.નં. જીજે-૦૩-એનબી-૩૮૪૮ને શહેનશાવલીના પાટીયા પાસે કચ્છ-મોરબી હાઇવે ઉપર રોકી તેની તલાસી લેતા, કારમાંથી વિદેશી દારૂની કુલ ૨૩૪ બોટલો કિ.રૂ.૩,૦૪,૨૦૦/- મળી આવી હતી. જેથી કાર ચાલક આરોપી સુનીલભાઈ ઉર્ફે ચુકો હકાભાઈ સાકરીયા ઉવ.૨૯ રહે. રાજકોટ ૧૫૦ ફૂટ રીંગ રોડ સાગર ચોક બાલાજી હોલ પાછળ વાળાને વિદેશી દારૂ, આઈ-૨૦ કાર કિ.રૂ ૩ લાખ અને બે મોબાઇલ ફોન કિ.રૂ.૮ હજાર સહિત ૬,૧૨,૨૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો સાધુરામ રહે. ભચાઉ કચ્છ વાળાએ મોકલ્યો હતો. જેથી માળીયા(મી) પોલીસે તેને ફરાર જાહેર કરી બન્ને આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.