મોરબી જીલ્લામાં જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે પોલીસની કડક કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં વાંકાનેર તાલુકા પોલીસ તથા માળીયા(મી) પોલીસે અલગ-અલગ સ્થળોએ રેઇડ કરીને વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા કુલ બે જુગારીને રોકડ સહિત ઝડપી લેવામાં આવ્યા છે.
જુગારની પ્રથમ રેઇડ અંગેની મળતી વિગતો અનુસાર, વાંકાનેર તાલુકા પોલીસ ટીમને ઢુવા ગામની સીમમાં ગેલ ભવાની હોટલ પાછળ જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા ઉપર જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમી મળતા તે સ્થળે રેઇડ કરતા આરોપી કેતનભાઈ છગનભાઈ ગાગડીયા ઉવ.૩૬ રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાને રોકડા રૂ.૪૫૦/- તથા આંકડા લખેલ કાગળ અને બોલપેન સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લેવાના આવ્યો છે.
જ્યારે બીજા જુગારના દરોડાની મળતી માહિયી મુજબ, માળીયા(મી)માં વાગડીયા ઝાપાથી કન્ટેનર યાર્ડ તરફ જવાના રસ્તા ઉપર વર્લી ફિચર્સના આંકડા ઉપર નસીબ આધારિત જુગાર રમાતો હોવાની માહિતી મળતા, માળીયા(મી) પોલીસે દરોડો પાડતા જ્યાં આરોપી નીઝામભાઈ ઇકબાલભાઈ ખોડ ઉવ.૩૦ રહે. માલાણી શેરી, મોટી બજાર, માળીયા(મીં))વાળાને રોકડા રૂ.૨૭૦/- સહિતના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. હાલ પોલીસે પકડાયેલ બંને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.