વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામે રહેતા ૭૩ વર્ષીય વૃદ્ધ પોતાના ઘરે હોય ત્યારે અચાનક હૃદય રોગનો હુમલો આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા, જ્યાં ટૂંકી સારવારમાં તેઓનું મૃત્યુ નિપજતા વાંકાનેર સીટી પોલીસે અ.મોતનો કેસ દાખલ કર્યો છે.
વિગતો મુજબ, વાંકાનેર સીટી પોલીસ મથક વિસ્તારમાં બનેલ બનાવ મુજબ, ચંદ્રપુર ગામે રહેતા, મોહનભાઇ છગનભાઇ મકવાણા ઉવ.૭૩ ગઈકાલ તા.૩૦/૦૯ના રોજ પોતાના ઘરે હોય ત્યારે અચાનક હાર્ટ એટેક આવતા પરિવારજનો તુરંત મોહનભાઈને વાંકાનેર રાજવીર હોસ્પિટલ ખાતે સારવારમાં લાવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન મોહનભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી પોસ્ટમોર્ટમ માટે વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડતા, ફરજ પર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી, જેથી પોલીસે સ્થળ ઉપર પહોંચી અ.મોતની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.