મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે કંડલા બાયપાસ રોડ ઉપર માધવ હોટલ નજીક વર્લી ફીચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત રૂપિયાની હારજીતનો જુગાર રમી રમાડતા આરોપી પ્રવીણભાઈ અમરશીભાઈ સીણોજીયા ઉવ ૫૮ રહે.નાની વાવડી ગામ ભાડેના મકાનમાં મૂળ ગામ ખાખરેચી તા.જી. મોરબી વાળાને રોકડા રૂ.૭૦૦/-સાથે ઝડપી લઈ, તેની વિરુદ્ધ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ કેસ દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.