મોરબીના લખધીરપુર રોડ પર આવેલી હોલીસ સિરામિકની લેબર કોલોનીમાં શ્રમિક બે દિવસથી મૃત હાલતમાં પડેલા હોવાનો બનાવ બહાર આવતા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તબીબી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મુન્નાપ્રસાદ સીતારામપ્રસાદ તાતી ઉવ.૫૧ રહે. લખધીરપુર હોલીસ સિરામિક લેબર કોલોનીમાં રહેતા હતા. ગઈકાલ તા. ૦૧ ઓક્ટોબરના રોજ સાંજે તેઓ પોતાના રૂમમાં મૃત હાલતમાં મળ્યા હતા. મૃતકની લાશને રોશનપ્રસાદ મોબાઇલ નં. ૭૫૬૭૧૮૬૬૭૩ વાળા મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના મેડિકલ ઓફિસરે તપાસ કરીને તેઓ બે દિવસથી મૃત હાલતમાં હોવાની પુષ્ટિ કરી હતી. આ બનાવને પગલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા અ.મોતની નોંધ કરી છે.