તાલુકા પોલીસે ટ્રક, વિદેશી દારૂના ૫૭૬ નંગ પાઉચ, બે મોબાઇલ સહિત ૧૦.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબી તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે જુના ઘુંટુ રોડ સેગો સીરામીક સામેથી ટ્રક ટ્રેઇલરમાં માટીની આડમાં છુપાવેલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ સાથે ટ્રક ડ્રાઇવર-ક્લીનરની ધરપકડ કરી છે.
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાનગીરાહે બાતમી મળી કે, જુના ઘુંટુ રોડ ઉપર સેગો સીરામીક સામે રોડ ઉપર કોઈ રાજસ્થાની ટ્રક-ટ્રેઇલરમાં માટીની આડમાં વિદેશી દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય, જેથી તુરંત બાતમી મુજબના સ્થળે રેઇડ કરતા, એક ટ્રક ટ્રેઇલર રજી.નં. આરજે-૦૧-જીઈ-૫૭૮૬માં બે ઈસમો કોઈ શંકડપડ પ્રવૃત્તિ કરતા હોય, જે બાદ ટ્રકના ઠાઠામાં જોતા માટીની આડમાં વિદેશી દારૂના ૧૮૦મીલી.ના ૫૭૬ નંગ પાઉચ કિ.રૂ.૪૧,૪૭૨/-મળી આવ્યા હતા, જેથી તુરંત ટ્રક ચાલક આરોપી રાજેન્દ્રસિંગ ઉર્ફે રાજુ ભોલસિંગ રાવત ઉવ.૨૦ રહે. ખેતા બાડીયા થાના સાંકેતનગર તા.જી.બ્યાવર રાજસ્થાન તથા આરોપી રાહુલભાઈ સૌકીનભાઈ કટત ઉવ.૧૯ રહે.નાનણા થાના સેન્દડા તારાયપુર જી.બ્યાવર રાજસ્થાન વાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે તાલુકા પોલીસે વિદેશી દારૂ, ટ્રક કિ.રૂ. ૧૦ લાખ તેમજ બે મોબાઇલ કિ.રૂ. ૫૦ હજાર સહિત કુલ રૂ. ૧૦,૯૧,૪૭૨/-નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.