મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં સગીરાને લલચાવી ફોસલાવી ભગાડવાના બનાવમાં પીડિતાના પિતાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો છે. પોલીસે અલગ અલગ દિશામાં તપાસના ચક્રો ગતિમાં કર્યા છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની ૧૭ વર્ષીય દીકરીને લલચાવી ફોસલાવી તથા લગ્નની લાલચે બદકામ કરવાના ઈરાદે ભગાડવાના બનાવમાં પીડિતાના પિતાએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી કિરીટ વિનોદભાઈ સાવરીયા રહે. શોભેશ્વર રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.