ઘુનડા(સજનપર) તળાવ નજીક એકટીવા ચોરીનો ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલાયો
ટંકારા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે વોચ ગોઠવી ચોરાઉ મોપેડ સાથે બાળકિશોરને પકડી લેવામાં આવ્યો છે, આ સાથે ટંકારા પોલીસે ઘુનડા (સજનપર) ગામેથી એકટીવા ચોરીનો ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી કાયદાના સંઘર્ષમાં આવેલ સગીરવય ધરાવતા બાળકિશોર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસને ખાનગીરાહે હકિકત મળેલ કે,એક બાળકિશોર એકટીવા મોપેડમાં નંબર પ્લેટ કાઢી એકટીવા ચલાવી મોરબી થી ટંકારા તરફ જતો હોવાની હકિકત આધારે વોચમાં હોય તે દરમ્યાન એકબાળ કિશોર ઉવ.૧૬ વાળો નંબર પ્લેટ વગરનુ એકટીવા સાથે મળી આવતા, બાળકીશોરનુ નામ સરનામું તેમજ એકટીવાની આર.સી.બુક આધાર પુરાવા માંગતા ગલ્લા તલ્લા કરી કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોય જેથી પોકેટકોપ મોબાઇલ ફોન એપ્લીકેશનમાં એકટીવાના એન્જીન ચેસીસ નંબર સર્ચ કરી જોતા એકટીવા ઓનર પન્નાબેન જયંતીભાઇ કાવર (રહે. મીલાપનગર સોસાયટી શકત શનાળા તા.જી.મોરબી) વાળા હોય જેથી એકટીવા અંગે ખરાઇ ખાત્રી કરતા ગઇ તા.૨૯ ઓગસ્ટ ૨૦૨૫ ના સાંજના અરસામાં ઘુનડા ગામ તળાવ પાસે રોડ ઉપરથી ચોરી થયેલાની ફરીયાદ દાખલ થયેલ હોય અને પકડાયેલ બાળકિશોર ચોરી કર્યાની કબુલાત આપતો હોય જેથી ગ્રે કલરનું એકટીવા કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.