વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે સરતાનપર રોડ સેન્સો ચોકડી નજીક કિરાના સ્ટોર એન્ડ કટલેરીની દુકાનમાં રેઇડ કરી વિદેશી દારૂની ૧૪ બોટલ ઝડપી લીધી હતી, જ્યારે આરોપી દુકાન માલીક હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ લેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, સરતાનપર રોડ ઉપર અંકિત કિરાના સ્ટોર એન્ડ કટલેરી નામની દુકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી દુકાન માલીક અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવ તેનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત કિરાના સ્ટોરની દુકાનમાં રેઇડ કરતા જ્યાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૪ નંગ બોટલ કિ.રૂ.૧૮,૨૦૦/-મળી આવી હતી, જેથી દારૂનો જથ્થો કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી શરૂ કરી હતી, રેઇડ દરમિયાન આરોપી અશોકકુમાર સાધુપ્રસાદ પટેલ યાદવ હાલ રહે. લાલપર વિશાલદીપ કોમ્પ્લેક્ષ રૂમ નં.૬૦ મૂળ રહે.નૈની ગામ જી.છપરા બિહાર વાળો હાજર નહિ મળી આવતા તેને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.