હળવદ તાલુકાના રાયસંગપુર ગામે નારાયણભાઈ દલવાડીની વાડીએ રહેતા મૂળ અત્રોલી ગામ ગુદાફળીયું તા.જી.છોટાઉદેપુરના વતની ૨૭ વર્ષીય સબીરભાઈ ઉર્ફ સમીર દુરસિંગભાઈ નાયકએ ગત તા.૧૬/૦૯ના રોજ પત્ની જારલીબેન સાથે જમવાના મુદ્દે થયેલી બોલાચાલી બાદ મનમાં લાગી આવતા તેઓએ હળવદ તાલુકાના ઘનશ્યાપુર ગામે નગરભાઈ પોપતભાઈની વાડીએ ઝેરી દવા પી લીધી હતી. તેમને સારવાર માટે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નિવડતા સબીરભાઈ ઉર્ફે સમીર નાયકનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ હળવદ પોલીસે આ મામલે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.