ચોરાયેલી-ખોવાયેલી કે રિકવર/કબજે કરેલી ચિજવસ્તુઓ મૂળ માલિકોને વગર ધક્કે ખૂબ ઓછા સમયમાં પરત અપાવી દેતી પહેલ એટલે ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત હળવદ પોલીસ દ્વારા “CEIR” પોર્ટલના ઉપયોગથી હળવદમાથી આશરે રૂ. ૪,૭૬, ૧૮૭/- ની કિમતના ૨૫ જેટલા ખોવાયેલ Actress શોધી કાઢી અરજદારોને પરત આપ્યા છે.
હળવદ પોલીસ સ્ટેશનના અરજદારોના ખોવાયેલ/ચોરાયેલ મોબાઇલ શોધી કાઢવા હળવદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનીટરીંગ રાખી ટેકનીકલ સર્વેલન્સથી રૂ. ૪,૭૬,૧૮૭/-ની કિંમતના ૨૫ જેટલા મોબાઇલ શોધી કાઢી રેન્જ આઇજી અશોકકુમાર યાદવ તેમજ જીલ્લા પોલીસ વડા મુકેશ પટેલના હસ્તે મૂળ માલિકને પરત આપવામાં આવ્યા છે. અને સુરક્ષા સાથે સેવાનુ ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે એ સુત્ર હળવદ પોલીસે સાર્થક કરી બતાવ્યું છે.