મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમ દ્વારા વાકાંનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીનાં ગુન્હાનો ભેદ ઉકેલવામાં આવ્યો છે. અને છેલ્લા ૪ વર્ષથી નાસતા ફરતા નોકરને ખેડા જિલ્લા ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, વાકાંનેર સીટી પોલીસ સ્ટેશનના ચોરીનાં ગુન્હામાં નાસતો ફરતો આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત હાલે ખેડા જીલ્લાના ગોબલેજ ગામની સીમ સેડોફલેક્ષ પાર્કના પાર્કીંગમાં છે. જે હકીકતનાં આધારે મોરબી એલ.સી.બી/ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે તુરંત જ ખેડા જિલ્લા ખાતે રેઈડ કરતા સ્થળ પરથી આ ગુન્હાનો નાસતો ફરતો આરોપી કલ્યાણસિંગ અર્જુનસિંગ રાવત ગોબલેજ ગામની સીમ સેડોફલેક્ષ પાર્કના પાર્કીંગ ખાતેથી મળી આવતા તેને પકડી પાડી હસ્તગત કરી આગળની ઘટીત કાર્યવાહી અર્થે વાકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે સોપી આપવામાં આવ્યો છે.