મોરબી પોલીસ દ્વારા પાડવામાં આવેલ અલગ અલગ બે જુગારના દરોડામાં વર્લી ફિચર્સના આંકડા અને તીનપત્તિનો જુગાર રમતા કુલ ૫ ઇસમોને ઝડપી લેવામાં આવ્યા છે. ત્યારે પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
પ્રથમ જુગારના દરોડામાં શનાળા રોડ હાઉસિંગ બોર્ડ ખાતે મહાદેવ મંદિર પાછળની શેરીમાં જાહેરમાં પૈસાની હારજીતનો નસીબ આધારિત વર્લી ફિચર્સના આંકડાઓનો જુગાર રમતા ભાવેશભાઈ પ્રેમજીભાઈ ભગવાનભાઈ સીતાપરા ઉવ.૫૩ રહે. અવધ સોસાયટી સામે મોરબી વાળાની અટક કરવામાં આવી છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી રોકડા ૧,૧૪૦/-સહિતનો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જુગારના બીજા દરોડામાં મોરબી તાલુકાના વીરપરડા ગામે વોકળા કાંઠે બાવળની કાંટમાં તીનપત્તિનો જુગાર રમતા અલ્તાફભાઇ તૈયબભાઇ સુમારા ઉવ.૨૫, ઇરફાનભાઇ હનીફભાઇ સુમરા ઉવ.૩૫, ઇરફનભાઇ સલેમાનભાઇ સુમરા ઉવ.૩૫ તથા ઇસ્માઇલભાઇ ઉમરભાઇ સુમરા ઉવ.૫૩ ચારેય રહે- વિરપરડા તા.જી.મોરબી વાળાને રોકડા રૂ.૧૦,૪૦૦/-સાથે રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા, હાલ પોલીસે તમામ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.