હળવદ ખાતે રેલ્વે ટ્રેક પરથી પસાર થતી વખતે પ્રૌઢ વ્યક્તિ ટ્રેઇન હડફેટે ચડી જતાં સ્થળ પર જ મૃત્યુ પામ્યા હતા. હળવદ પોલીસે મૃત્યુના બનાવ અંગે કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.
હળવદ પોલીસમાં નોંધાયેલ અ.મોતની નોંધ અંગે મળતી વિગતો મુજબ, શાંતીલાલ નરશીભાઈ શિહોરા ઉવ.૫૫ રહે. ઉમીયા પાર્ક હળવદવાળા તા.૦૩/૧૦ના રાત્રે આશરે ૮ વાગ્યા પહેલા કોઈ કારણસર હળવદ જી.આઈ.ડી.સી. સામે રેલ્વે ટ્રેક પીલર નં. ૬૫૪/૩૮ પાસે હતા તે સમયે પસાર થતી ટ્રેઇન હડફેટે આવતા તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેઓનું સ્થળ ઉપર જ મોત થયું હતું. બનાવ અંગે જાહેર કરનાર હાર્દિકભાઈ મહેન્દ્રભાઈ શિહોરા પાસેથી મૃતક અંગે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.