Tuesday, October 7, 2025
HomeGujaratમોરબીના દવાના વેપારી સાથે એક્સપોર્ટ વેપારના બહાને ૧.૭૨ કરોડની ઓનલાઈન ઠગાઈ

મોરબીના દવાના વેપારી સાથે એક્સપોર્ટ વેપારના બહાને ૧.૭૨ કરોડની ઓનલાઈન ઠગાઈ

મોરબીના દવાના વેપારીને વિદેશમાં માલ એક્સપોર્ટ કરાવવાના બહાને ખોટી કંપનીના નામે ભારત અને વિદેશી વ્યક્તિઓ અને તેમના મળતીયાઓએ મળીને આશરે રૂ.૧.૭૨ કરોડની ઠગાઈ કરી હતી. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન મોરબી ખાતે આ મામલે છ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના રવાપર રોડ પર આવેલી ૬૦૨ આંગન પેલેસ બોનીપાર્ક સોસાયટી રવાપર રોડ મોરબીમાં રહેતા અને મોરબીના શનાળા રોડ પર આવેલી સ્ટાર પ્લાઝા નજીક પટેલ ડ્રગ હાઉસ એન્ડ જનરલ સ્ટોર્સ નામની દુકાન ધરાવતા દેવેન્દ્રભાઈ નરસિંહભાઈ દેત્રોજા ઉવ.૩૫એ મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આરોપી ૧)મેનેજર પારસ સીંગલા નામ ધરાવતો માણસ, ૨)એમ્પ્લોયી પ્રવિણ બંસલ નામ ધરાવતો માણસ, ૩)એમ્પ્લોયી ધનંજય શર્મા નામ ધરાવતો માણસ, ૪)વીલીયમ્સ નામ ધરાવતો માણસ મો.નં. +૪૪૭૫૨૦૬૭૧૧૦૧, ૫)હેન્રી નામ ધરાવતો માણસ મો.નં. મો.નં. +૪૪૭૪૫૧૨૩૭૬૦૬ તથા ૬)હાર્વી નામ ધરાવતો માણસ મો.નં. +૪૪૭૮૬૮૮૧૩૧૧૬ તથા તેના મળતીયા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, આરોપીઓએ ફરિયાદીને ટ્રેડ ફંડામેન્ટલ પ્રા. લિ. તથા જી.બી.એફ.એસ. વીંગ્સ (GBFS VYNX) પ્રા. લિ. નામની કંપની સાથે જોડાયેલા જણાવી ખોટા નામે વિશ્વાસમાં લઈને “હોંગકોંગ સ્થિત ACES TRADING કંપનીમાં માલ એક્સપોર્ટ કરાવવાના બહાને આરોપીઓએ ભેગા મળી ઓનલાઇન માધ્યમ દ્વારા ખોટી રીતે ડોક્યુમેન્ટેશન અને રજીસ્ટ્રેશનના બહાને તા. ૨૦ જાન્યુઆરી ૨૦૨૩ થી ૮ સપ્ટેમ્બર ૨૦૨૫ દરમિયાન ફરીયાદી પાસેથી કુલ રૂ.૧,૭૨,૮૮,૪૦૦/-ની રકમ ટ્રાન્સફર કરાવી લીધા હતા. હાલ તમામ આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી વિશ્વાસઘાતની કલમો હેઠળ ગુનો નોંધી મોરબી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર એન.એ. વસાવા દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરાઈ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!