મોરબીના રામધન આશ્રમ ખાતે મહંતશ્રી ભાવેશ્વરીમાંના સાનિધ્યમાં શરદ પૂર્ણિમા નિમિત્તે યજ્ઞ, મહાઆરતી, કુવારીકા પૂજન તથા ભોજન કાર્યક્રમ યોજાયો હતો. શ્રમજીવી પરિવારના બાળકોને કપડાંનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
મોરબી શહેરના રામધન આશ્રમ ખાતે શરદ પૂર્ણિમાનો પવિત્ર તહેવાર ભવ્ય રીતે ઉજવાયો હતો. આશ્રમના મહંતશ્રી ભાવેશ્વરીમાંના પાવન સાનિધ્યમાં આ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
શરદ પૂર્ણિમા નિમિત્તે યજ્ઞ, મહાઆરતી અને કુવારીકા પૂજન-ભોજન કરાવવામાં આવ્યા હતા. સાથે સાથે આશ્રમ ટ્રસ્ટ તથા સેવાભાવી ભક્તોએ મળીને શ્રમજીવી પરિવારોના નાના બાળકોને કપડાંનું વિતરણ કર્યું હતું, તેમ મુકેશ ભગતની યાદીમાં જણાવવામાં આવ્યું હતું.